ઉનાવ રેપકેસ માં પૂર્વ mla કુલદીપ સેન્ગર દોષિત

યુપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર રેપ કેસમાં દોષિત

છેલ્લા એક વરસથી બહુચર્ચિત ઉન્નાવ રેપ કેસમાં આખરે દીલ્હીની તીસ હજારી કોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યા છે જયારે તેમની સાથે રહેલી મહિલા શશીસિહને નિર્દોષ જાહેર કર્યાં છે. શશિ સિંહ પર પીડીતાને સેંગર સુધી જઈ જવાનો આક્ષેપ હતો. હવે આ કેસની સજા અંગે ચર્ચા 18 ડિસેમ્બરે થશે. યુપીના બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેના સાથીઓએ 2017માં છોકરીનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ કર્યું હતું. ઘટનાના લગભગ અઢી વર્ષ બાદ કોર્ટમાં કેસની કામગીરી ચાલી હતી જો કે કોર્ટે સીબીઆઈની કામગીરી પણ સવાલ ઉઠાવ્યાં હતા અને કહ્યુ હતુ કે આ કેસમાં ચાર્જશીટ મુકવામાં શા માટે એક વરસનો સમય પસાર કર્યો. આ કેસમાં અનેક ધાકધમકીઓ પીડીતાને અને પરિવારને મળી હતી ગત જુલાઈમાં કોર્ટમાં જતી વખતે પીડિતાની કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. તેમાં તેની કાકી અને માસી મૃત્યુ પામ્યા હતા. પીડિતા અને તેના વકીલ ત્યારથી દિલ્હી એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. ધારાસભ્યના ભાઈની ફરિયાદ પર છોકરીના કાકા હાલ જેલમાં છે.

તીસ હજારી કોર્ટે તિહાડ જેલમાં બંધ કુલદીપ સેંગરને આપરાધિક ષડયંત્ર, અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત દોષી ઠેરવ્યા છે. જ્યારે છોકરીને સેંગરની પાસે લઈ જનાર સહ આરોપી શશિ સિંહને નિર્દોષ જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *