કંકણાકૃતિ સૂર્યગ્રહણ: સૂર્યની આસપાસ વલયનો નયનરમ્ય નજારો

દેશભરમાં રવિવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અનોખો યોગ સર્જાયો . સવારના 9.16 કલાકે સૂર્ય ગ્રહણ શરૂ થઈ ગયું છે. ભારતમાં સૌપર્થમ ભૂજ ખાતે 9.38 કલાકે સૂર્યગ્રહણ દેખાયું છે. સવારના 10 વાગ્યાથી દેશના સમગ્ર ભાગમાં સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે. વર્ષનું આ સૌપ્રથણ સૂર્યગ્રહણ છે. 12 રાશિઓમાં4 રાશિ પર વિપરીત અસર પડવાનુ જયોતિષીઓ કહી રહયાં છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચંદ્ર, સૂર્યને 98.6 ટકા જેટલો ઢાંકી દીધો છે. , જેને પગલે ‘કંગન’ અર્થાત ફાયર રિંગ જેવી આકૃતિનો અદભૂત નજારો જોવાઈ રહ્યો છે. . ભારતમાં 11.50થી 12.10ની વચ્ચે આ આકૃતિ જોવા મળી છે. સૌપ્રથમ મુંબઈ અને પુણેમાં 10.01 કલાકે સૂર્યગ્રહણની શરૂઆત થતી જોવા મળી છે. ગુજરાતના અમદાવાદ તેમજ સુરતમાં 10.03 કલાકે ગ્રહણનો પ્રારંભ થઈ ગયો છે. અને બપોરના 3.04 વાગે ગ્રહણનો મોક્ષ થશે. કેટલાક દેશોમાં આ ગ્રહણ ખંડગ્રાસ (આંશિક) સૂર્યગ્રહણ તરીકે જોવા મળી રહયો છે. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યુએઈ, ઈથોપિયા તેમજ કોંગોમાં પણ સૂર્યગ્રહણ જોવા મળશે. હવે પછીનું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022ના યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *