ગુજરાતના દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે લેન્ડીંગ પોઈન્ટ બની રહ્યો છે જો કે તેમના ઈરાદા સફળ થાય તે પહેલા ભારતની અને ગુજરાતની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ જોખમી ઓપરેસન પાર પાડીને ડ્રગ માફિયાઓને ઝડપી લઈ રહી છે. અત્યાર સુધીમાં ક્છ, પોરબંદર, સલાયા, ખંભાળિયા દરિયા કિનારેથી કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડયુ છે ત્યારે ઈન્ડિયન નેવીની ઈન્ટેલિજન્સે કચ્છની ક્રિક બોર્ડર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 19 ચરસના પેકેટ ઝડપી પાડ્યા હતા. નેવીની ઈન્ટેલિજન્સને મોટી સફળતા હાથ લાગી છે અને કોટેશ્વર ક્રિકમાંથી રૂ. 30 લાખની કિંમતનું ચરસ મળી આવ્યું છે કચ્છના કોટેશ્વર દરિયાઈના ક્રીક વિસ્તારમાંથી 19 પેકેટ ચરસનો પકડી પાડવામાં આવ્યો હતો. આ પહેલા પણ બે દિવસ અગાઉ અબડાસા તાલુકાના જખૌ દરિયાના ક્રિકમાંથી 1 પેકેટ ચરસ બિનવારસુ પકડી પાડવામાં આવ્યું હતું. જો કે આ ડ્રગ્સ કોણ લાવ્યુ તેની હાલમાં સઘન તપાસ શરુ કરવામાં આવી છે.