કચ્છમાં 5.5નો ભૂકંપઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં અસર

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત વચ્ચે રવિવારે રાતના 8 વાગ્યે અને 13 મિનિટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં કચ્છમાં 5.5નો આંચકો આવ્યો છે. કચ્છ ઉપરાંત બનાસકાંઠા,પાટણ, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. અને ડરના માર્યા  ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સિવાય જામનગર, જૂનાગઢ ,ભાવનગર સુધી ભૂકંપની અસર જોવા મળી હતી. સૌથી પહેલા આંચકાની અસર બહુમાળી બિલ્ડિંગોમાં જોવા મળી હતી. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.8ની નોંધાઈ છે. અમદાવાદમાં ભૂકંપ આવતા બહુમાળી ઇમારત તેમજ લો રાઇઝ ઇમારતના લોકો ફ્લેટ બહાર નીકળી ગયા હતા. અમદાવાદમાં 3ની આસપાસની તીવ્રતા નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *