કટકમાં રમાયેલી આખરી વન ડે માં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટે હરાવ્યું હતું. કટકના બારાબાતી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિન્ડીઝે આપેલા 315 રનના ટારગેટને ભારતે પાર કરી દીધો હતો. ભારતે 48.4 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ જીત સાથે ભારતે સીરિઝ 2-1થી જીતી લીધી છે શરૂઆતમાં ભારતના રોહીત શર્મા અને કે એલ રાહુલે ધમાકેદાર શરુઆત કરીને જીતનો પાયો નાંખી દીધો હતો અને બન્ને ઓપનર સદી ફટકારી તેવુ લાગતું હતુ જો કે રોહીત શર્મા 63 અને કે એલ રાહુલ 77 રન બનાવી આઉટ થયો હતો બાદમાં બાજી કેપ્ટન વિરાટ કોહલીએ સંભાળી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ્સ રમતા 85 રનની કર્યા હતા. તેના ગયા બાદ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 39 રન અને શાર્દુલ ઠાકુરે 17 રન બનાવી ભારતને જીતાવી દીધુ હતું. વિન્ડીઝ તરફથી પોલે 3 વિકેટ, જોસેફ, હોલ્ડર અને કોટરેલે 1-1 વિકેટ લીધી હતી.