ઝારખંડ રાંચીઃ 14 ડિસેમ્બર 2019
હૈદરાબાદ, ઉન્નાવની ઘટના બાદ પણ રેપનો સિલસિલો અટકયો નથી અને એક બાદ એક માસુમોની દુષ્કર્મ બાદ હત્યા કરવામા આવી રહી છે. ઝારખંડમાં 10 અને 12 વર્ષની બે બાળકીઓની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ છે. ઘટના બાદ પોલીસે આ જ ગામના સોનૂ મોતીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ યૌન ઉત્પીડન અને હત્યાની ફરિયાદ કરી તો દીધી છે પણ સવાલ એ થાય છે કે હજુ હેવાનોને કાયદાનો ડર નથી . છેલ્લા 3 દિવસથી આ માસુમ બાળાઓ ઘરેથી ગુમ થઈ જતા ભારે શોધખોળ કરાઈ હતી બાદમાં જંગલમાં બાળકીઓના રડવાના અવાજ સંભળાતા લોકેશન મળ્યુ હતુ જયાં પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ શરુ કરી હતી જો કે બન્ને બાળાઓની હેવાન સોનુએ હત્યા કરી નાંખી હતી પોલીસે આરોપી સોનુની પુછપરછ કરતાં ખુલ્યુ કે બન્ને બાળાઓેને આરોપી ફ્રુટ ખવડાવવાની લાલચ આપીને જંગલમાં લઈ ગયો હતો. જયાં દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દીધી હતી.