શંખેશ્વર તીર્થધામમાં કાંતાબેન હુંડીયાની રાહ પ્રેરતી અનોખી દિક્ષા

શંખેશ્વરજી તીર્થ ધામમાં લેવાયેલી દિક્ષા સૌથી અલગ અનોખી અને અન્ય લોકોને પ્રેરણા રુપ
સંયમ માર્ગે જનારા મુમુક્ષુ કાંતાબેને પોતાના પરિવાર ને પણ આ વિશે જાણ કરી નહોતી .

ગુજરાતમાં હુંડીયા પરિવાર માં અણમોલ અવસર રચાયો છે. શંખેશ્વરજી તીર્થ માં ડીસાના કાંતાબેન કાંતિલાલજી હુંડીયા પરમ કૃપાળુ પરમાત્મા નાં સંયમ માર્ગ પર નીકળી ગયા છે. રવિવારે સવારે કાંતાબહેને દિક્ષા લઈ લીધી છે. અત્યાર સુધી દેશ વિદેશમાં દિક્ષાના અનેક પ્રસંગો જોવા મળ્યા છે પણ શંખેશ્વરજી તીર્થ ધામમાં લેવાયેલી દિક્ષા સૌથી અલગ અનોખી અને અન્ય લોકોને પ્રેરણા રુપ બની છે. આ દિક્ષાની અનોખી વાત એ છે કે સંયમ માર્ગે જનારા મુમુક્ષુ કાંતાબેને પોતાના પરિવાર ને પણ આ વિશે જાણ કરી નહોતી . કાંતાબેન તેમનાં પતિ કાંતિ ભાઈ સાથે પરમ દિવસે દાદા નાં પવિત્ર ધામ શંખેશ્વર જી તીર્થ ગયા હતા. અને કોઇપણ જાતનો આડંબર કર્યા વગર પ્રભુ પરમાત્મા નાં સંયમ માર્ગે તેઓ નીકળી પડ્યા છે.સૌથી મહત્વ ની વાત એ છે કે તેઓ એ તેમનાં દિકરા સુરેશ ને પણ આ વાત જણાવી નહીં હતી કે તેઓ દિક્ષા લઇ રહ્યા છે. કાંતાબેને દિક્ષા શંખેશ્વરજી ખાતે લીધેલ છે. જયારે તેમનાં દિકરા સુરેશ ભાઈ તેમનાં ઘરે ડીસા છે.

મુળ ગુજરાતના ડીસાના અને હાલમાં મુંબઈમાં રહેતા અગ્રણી હીરાના વ્યવસાયી હાર્દિકભાઈ હુંડિયાના જણાવ્યું છે કે ધન્ય છે કાંતાબેન કાંતિભાઈ હુંડીયા ને જેઓએ જૈન શાશન નાં અણમોલ સંસ્કારો ની અણમોલ પ્રભાવના કરી છે. ધન્ય છે કાંતાબેન કાંતિભાઈ હુંડીયા પરિવાર ને આ પરિવાર ની જેટલી પણ અનુમોદના કરીએ તેટલી ઓછી છે. નુતન દિક્ષિત કાંતાબેન અમર રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *