અફઘાનિસ્તાનના પશ્ચિમ કાબુલમાં એક શાળા પાસે થયેલા બોંબ વિસ્ફોટમાં વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૦ લોકોનાં મોત થયા છે અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક એરિયનના જણાવ્યા અનુસાર સૈયદ અલ શહદા સ્કૂલ પાસે આ વિસ્ફોટ થયો હતો. આ હુમલોે શિયાઓની વસ્તીમાં કરાયો હોવાની માહિતી બહાર આવી છે . હુમલાના પગલે ભારે નાસભાગ મચી હતી. હુમલામાં 50થી વધુ લોકોને ઈજા પહોચી હતી તો નજીકની જ હોસ્પિટલમાં ૨૦ લોકોના મોત મૃતદેહો લાવવામાં આવ્યા હતાં. મુહમ્મદ અલી જિન્નાહ હોસ્પિટલની બહાર લોહી દાનમાં આપવા માટે ંમોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. રોઝાનો સમય પૂર્ણ થવાની તૈયારીમાં હતો ત્યારે જ આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.