કુછ દિન તો ગુજારો ગુજરાત મે માણો કચ્છ સફેદ રણની મજા

યાદ છે ને અમિતાભ બચ્ચનને કુછ દિન તો ગુજારો ગુજરાત મે.. તેમાંય કચ્છની વાત આવે તો સફેદ રણની મઝા જ કઈ ઓર છે. ક્ચ્છના અપાર  સફેદ રણની વચ્ચે દિવાળી મનાવવાની તક છે. કચ્છના સફેદ રણમાં આવેલુ ‘ટેન્ટ સિટી કચ્છ’ દિવાળીના બે દિવસ પહેલાં એટલે કે 12મી નવેમ્બરથી મહેમાનોને આવકારવા માટે ખુલી રહ્યુ છે. કચ્છનુ ટેન્ટ સિટી  ગુજરાતનુ એક અત્યંત  પ્રવાસીઓને  7500 ચો.મી. વધુ વિસ્તારમાં પથરાયેલા  ખૂબ જ સુંદર અને નયનરમ્ય  સ્થળ વિશ્વના સૌથી મોટા સોલ્ટ ડેઝર્ટની  મુલાકાત લેવાની તક પૂરી પાડે  છે. લલ્લુજી એન્ડ સન્સના ફાયનાન્સ અને ઓપરેશન મેનેજર ભાવિક શેઠે જણાવ્યું હતું  કે ” ‘ટેન્ટ સિટી કચ્છ 5 લાખ ચો.મી. થી વધુ વિસ્તારમાં પથરાયેલુ છે અને તે મહેમાનો માટે તા. 12 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી ખુલ્લુ રહેશે. કચ્છના સફેદ રણ નજીક ધોરડો ગામમાં સ્થાપવામાં આવેલા આ ટેન્ટ સિટીમાં  350થી વધુ ટેન્ટ આવેલા છે. ”  

આ ટેન્ટ સિટીમાં એર-કન્ડીશન્ડ અને નોન- એરકન્ડીશન્ડ ટેન્ટસનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહેમાનોની પસંદગી માટે પોસાય તેવાં પેકેજના સંખ્યાબંધ વિકલ્પો ઉપલબ્ધ છે. દર વર્ષે ‘ટેન્ટ સિટી કચ્છ’ ની 35000થી  વધુ લોકો મુલાકાત લઈને અહીની મહેમાનગતીનો પ્રથમદર્શી અનુભવ માણે  છે. આ ઉપરાંત 20 દેશના 5 લાખથી વધુ મુલાકાતીઓ  વિતેલા વર્ષોમાં કચ્છના સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે.

કચ્છના આકર્ષક સફેદ રણની મુલાકાત  લઈને અહીં સોલ્ટ ડેઝર્ટમાં સૂર્યાસ્તની ભવ્યતાની મોજ માણી શકે છે. પ્રવાસીઓ નજીકમાં આવેલા કાળા ડુંગરની મુલાકાત પણ લઈ શકે છે. અહીં નજીકમાં પ્રવાસીઓને ગમી જાય તેવાં  અન્ય ઐતિહાસિક સ્મારકો અને  મુલાકાત લેવા જેવાં સ્થળો  આવેલાં છે.  મહેમાનો અહીં લોકનૃત્ય અને સંગીતના કાર્યક્રમની મોજ પણ માણી શકે છે. 

આ ઉપરાંત હસ્તકલાના કસબીઓને કામ કરતા જોઈ શકાય છે અને તેમની પાસેથી કલાકૃતિઓની સીધી ખરીદી પણ કરી શકાય છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈને વાહનો તથા ટેન્ટ સિટીના સમગ્ર વિસ્તારમાં મહેમાનોની સલામતી માટેનાં   સંખ્યાબંધ પગલાં લેવાયા છે “અહીં વાહનો, સ્વાગત વિસ્તાર, ડાઈનીંગ હૉલ, હાટ વિસ્તાર, એડવેન્ચર સ્પોર્ટસ ઝોન, તથા અન્ય વિસ્તારોમાં સફાઈ અને ડીસઈન્ફેકશનની નવી પ્રણાલીઓ અમલમાં મુકવામાં આવી છે. સમગ્ર સ્ટાફને કોવિડ-19 પ્રોટોકોલની તાલિમ અપાઈ છે સ્ટાફ હંમેશાં ફેસ માસ્કસ અને પ્રોટેકટિવ ઈક્વિપમેન્ટસ પહેરેલાં રાખશે. સમગ્ર સંકુલને નિયમિતપણે સેનેટાઈઝ કરવામાં આવે છે.સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટેનુ ખાસ ધ્યાન રખાયુ છે .  
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *