આજથી રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને તમામ ટોલ પ્લાઝા પર વાહનો માટે ફાસ્ટ ટેગ, ફુલ ટેગ, રીચાર્જેબલ ટેગની વ્યવસ્થા કરી દીધી છે. તેનેપગલે ટોલ ટેક્સની ચૂકવણી સૂચારૂ રૂપે થઈ શકશે. સવારે આઠ વાગ્યાથી તમામ વાહનો માટે આ સિસ્ટમનો અમલ કરવો અનિવાર્ય બની જશે. ફાસ્ટ ટેગથી વાહનચાલકોને લાંબી કતારમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે જેનાથી સમય,નાણા અને ઈંઘણની મોટી બચત થશે ફાસ્ટ ટેગ અમલી બનતાં વાહન ચાલકોને ટોલ પ્લાઝા ખાતે ટોલ ટેક્સ ભરવા માટે રોકાવું નહીં પડે. ટોલ ટેક્સ પ્લાઝા ખાતે અંતિમ બે છેડાની લેનને બાદ કરતાં તમામ લેન ફાસ્ટ ટ્રેક બનાવાઈ છે. ઇલેક્ટ્રોનિક ટોલ ક્લેક્શન લેનમાં ફાસ્ટ ટેગ વિના દોડનારા વાહનોને બમણો ટોલ ટેક્સ ભરવો પડશે . આ જાહેરનામુ માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા શનિવારે જારી કરાયું હતું. સરકારે રાજમાર્ગો પર ટોલ પેમેન્ટ માટે અનિવાર્યપણે ફાસ્ટેગ લાગુ કરવાની તારીખ 15 ડિસેમ્બર સુધી વધારી દીધી હતી . નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન નામે ઓળખાતી આ સિસ્ટમ માર્ગ પરિવહન મંત્રાલયનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. આ સુવિધા માટે અનેક બેંક સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે હાઈવે ટોલબુથ પરથી પસાર થતાની સાાથે જ કાર પર લગાવેલુ સ્ટીકર રીડ થઈ જશે અને તેમાથી ચોક્કસ રકમ કપાઈને ફોન પર મેસેજ આવી જશે.