કેમેરા ફેસ કરનારા કલાકારોને બાદ કરતા અન્યએ માસ્ક પહેરવું જરૂરી

દેશમાં કોરોનાના કેસની સંખ્યા હવે રોકેટ ગતિએ વધી રહી છે બીજી બાજુ ઉદ્યોગ ધંધાને પણ શરુ કરવા જરુરી છે આવા સંજોગામાં કેન્દ્ર સરકારે કોરોના મહામારી દરમિયાન ફિલ્મ અને ટીવી કાર્યક્રમોના શૂટિંગ માટે ખાસ ગાઈડ લાઈન બહાર પાડી છે. જેમાં કેમેરા ફેસ કરનારા કલાકારો સિવાય શૂટિંગ સાથે જોડાયેલા કામોમાં સામેલ તમામ લોકોને પબ્લિક અને વર્કપ્લેસ પર માસ્ક પહેરવું જરૂરી હશે એટલુ જ નહિ એક બીજા સાથે ઓછામાં ઓછું 6 ફુટનું અતંર પણ જાળવવુ જરુરી છે. ખાસ કરીને વધુ જોખમ વાળા કર્મચારીઓને પબ્લિક કોન્ટેક્ટના ફ્રન્ટલાઈન કામ પર પ્રતિબંધ ફરમાયો છે.

ગાઈડ લાઈન કેવા પ્રકારની છે શુ છે નિયમો

આરોગ્ય સેતુ એપના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.

તમામ વર્ક પ્લેસ અને પબ્લિક પ્લેસ પર માસ્ક પહેરવું જરૂરી હશે

વાંરવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે.

હેન્ડ સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરી શકો છો.

એન્ટ્રી પોઈન્ટ અને કામના એરિયા પર થૂંકવા પર પ્રતિબંધ રહેશે.

રેસ્પાયરેટરી એટીકેટ્સનું સખત પાલન કરવું પડશે.

વધુ જોખમ વાળા કર્મચારીઓને વધુ સાવધાની રાખવી પડશે

પબ્લિક કોન્ટેક્ટ વાળા ફ્રન્ટલાઈનના કામોમાં ન કરાવવા માટે આદેશ

એન્ટ્રી પોઈન્ટ્સ પર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવી પડશે.

માત્ર એસિમ્પ્ટોમેટિક લોકોની જ એન્ટ્રી મળશે.

પાર્કિંગમાં અને શૂટિંગ કેમ્પસની બહાર પણ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખવું પડશે.

કેમ્પસની અંદર સોશિયલ ડિસટન્સીંગ જાળવવા માટે માર્કિંગ કરવું પડશે.

સોશિયલ ડિસટન્સીંગ સાથે સિટિંગ અરેન્જમેન્ટ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *