કેરળમાં 8 મેથી 16 મે સુધી લૉકડાઉન, CM વિજયને કરી જાહેરાત

તાજેતરમાં જ કેરળમાં વિધાનસભા ચૂંટણી પુરી થઈ છે અને એક જ દિવસમાં 40 હજારથી વધુ કોરોનાના કેસ નોધાતા વિજયન સરકાર એકશનમાં આવી ગઈ છે. તાત્કાલિક અસરથી 8 મેથી 16 મે સુધી લૉકડાઉન ની જાહેરાત કરી છે. કેરળના મુખ્યમંત્રી વિજયનના ઓફિશિયલ ટવીટર એકાઉન્ટથી કહેવાયુ છે કે મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાને લઈ 8 મેથી 16 મેની સવારે 6 વાગ્યા સુધી સમગ્ર કેરળ રાજ્યમાં લૉકડાઉન હશે. મુખ્યમંત્રી પિનારાઇ વિજયને સ્થિતિને ગંભીર કરાર કરતાં કહ્યું કે, સંક્રમણને રોકવા માટે વધુ કડક પગલાં ભરવામાં આવશે. કેરળમાં જે પ્રકારે કેસો કોરોનાના વધી રહયા છે તેને લઈને રાજ્ય સરકારે સ્થિતિનો સામનો કરવા માટે મેડિકલનો અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટ્સ અને સરકારી અધિકારીઓની તૈનાતી કરી દીધા છે. કોરોના વાયરસ સંક્રમણને કાબુમાં લેવા માટે એકશન પ્લાન બનાવી દીધો છે. મહત્વનુ છે કે કેરળમાં બુધવારે કોવિડ-19ના 41,953 કેસ સામે આવ્યા હતા જે એક દિવસમાં સૌથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *