કોરોનાની હાલ કોઈ વેક્સીન નથી, ભેગા મળીને બનાવવી પડશે-UN

વિશ્વભરમાં હાલ કોરોના વાઈરસનો કહેર યથાવત છે હજુ પણ કેસ નોધાઈ રહ્નાયાં છે સૌથી વધુ અમેરિકા પ્રભાવિત થયું છે ત્યારે યુએન દ્રારા મહત્વપૂર્ણ નિેવેદન અપાયું છે. નેશન્સના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરસે કહ્યું છે કે કોવિડ-19ની અત્યાર સુધીમાં કોઈ વેક્સીન નથી. આપણે તેને ભેગા મળીને બનાવવી પડશે. વેક્સીન બની જાય એટલું પુરતુ નથી. તેને દરેક વ્યક્તિ અને દરેક જગ્યાએ પહોંચાડવા માટે વૈશ્વિક એકતા બતાવવી પડશે.મહત્વનું છે કે ગુટેરસે અગાઉ પણ ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોના મહામારીથી સર્જાયેલા સંકટના કારણે વિશ્વભરમાં મહામંદી આવવાની છે. વિશ્વમાં ભુખમરો અને દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. એવામાં એક જ ઉપાય છે કે તમામ દેશો એક સાથે મળીને આ સમસ્યાનું સમાધાન શોધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *