કોરોના ઈફેકટ-સૌરાષ્ટ્રના 500 ટૂર ઓપરેટરને 500 કરોડનો ફટકો

રાજયમાં કોરોનાના કેસમા ફરી વધારો થઈ રહ્યો છે બીજી તરફ દિવાળીમાં તમામ ધધા રોજગાર ઠપ થઈ ગયા છે. ખાસ કરીને ટુર ટ્રાવેલ ઓપરેટરોને કરોડોનુ નુકસાન થયુ છે જેમાં સૌરાષ્ટ્રમાં એકલા 500 કરોડનુ નુકસાનનો અંદાજ છે. દર વરસે વેકેશન પડતાની સાથે ગુજરાતી પરિવારો અલગ અલગ રાજયમાં પ્રવાસે જતા હોય છે પણ તમામ રાજયમાં કોરોનાની ઈફેક્ટ ચાલુ છે જેને કારણે ઘર આંગણાના ટુરિસ્ટ પ્લેસને ફાયદો થવાની શકયતા છે પણ તેમાંય કોરોનાનો ડર તો ઉભો જ છે.

સામાન્ય રીતે દિવાળીના તહેવારો આવતાંની સાથે જ લોકોનું હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ થઈ જતું હોય છે અને એ માટે અગાઉથી ટિકિટ પણ બુક કરી દેવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે માત્ર 20 ટકા જ બુકિંગ થયા છે હવે લોકો બહાર જવાને બદલે ઘરની આસપાસના પ્રવાસન સ્થળોને કમને પસંદ કરી રહ્યા છે. પ્રવાસીઓ હવે સિમલા-મનાલી, ગોવા, કેરલ જવાને બદલે આ વખતે સૌરાષ્ટ્રવાસીઓ સાસણ, જૂનાગઢ, કેવડિયા, દિવ દમણ ફરવા માટે મન બનાવી રહ્યાં છે . સૌરાષ્ટ્રમાં હવે જૂનાગઢ રોપ વે તો કેવડિયામાં જંગલસફારી પાર્ક અને આરોગ્ય વન આર્કષણના કેન્દ્ર બની રહ્યા છે જો કે તેની ઉંચી કિમતને લઈને પણ લોકો સવાલ કરી રહ્યાં છે. રાજકોટમાં નાના-મોટા 500 જેટલા ટૂર્સ ઓપરેટરો છે, લોકડાઉનને કારણે માર્ચથી તેમની માઠી દશા બેઠી છે. જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરાની સીઝન તો બગડી જ હતી, પરંતુ દિવાળી અને ડિસેમ્બરમાં પણ કોઈ તેજીની આશા નથી દિવાળાના તહેવારો પર અને ઠંડીની ઋતુમાં ફરી કોરોનાના કેસ વધે એવી સ્થિતિ ઊભી થઈ છે. જેથી લોકો ટૂંકા રૂટનાં પ્રવાસન સ્થળો પસંદ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *