કોરોના મહામારીની અસર વિશ્વના રમત જગત મોટી પડી છે.આઈપીએલ સહિતની ક્રિકેટ ટુર્નામેન્ટ તો રદ થઈ ગઈ છે પણ વિશ્વમાં રમાતી અનેક ટૂર્નામેન્ટને રદ્દ કરી દેવાઈ છે. હવે કોરોના વાયરસની અસર વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન પડી છે. કોરોનાને કારણે વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટને રદ્દ કરી દેવાઈ છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત બન્યું છે જ્યારે વિમ્બલ્ડન ટૂર્નામેન્ટને રદ્દ થઈ છે વિમ્બલ્ડન ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ છે. તે એકમાત્ર ટૂર્નામેન્ટ છે જે ગ્રાસકોર્ટ પર રમાઇ છે. તેનો ડ્રેસ કોડ પણ નક્કી હોય છે. આ ટેનિસની પરંપરાગત ટૂર્નામેન્ટ છે. તેમાં રમવું તે પણ ખેલાડી માટે એક ગર્વ લેવા જેવી બાબત હોય છે. પરંતુ આ વિશ્વ તથા ઈંગ્લેન્ડમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે તેને રદ્દ કરવી પડી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત વિમ્બલ્ડન ટૂર્નામેન્ટને રદ્દ કરવાની ફરજ આયોજકોને પડી છે. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં સેલિબ્રીટીઓ દેશ વિદેશમાંથી આવતી હોય છે