કોરોના સમયે આપણે માણસ થવાની જરૂર છે- બીગ બી

77 વરસની વયે પણ બીગ બી લોકો માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યાં છે અને કોઈના કોઈ વિષયને લઈને તેઓ અપીલ કરતા રહે છે. તાજેતરમાં કોરોનાવાઈરસથી દેશને બચાવવા માટે જયારે આખુ બોલિવૂડ જગત કામ કરી રહ્યું છે. ત્યારે બીગ બીએ લોકોને ઘરની બહાર ના જવાની અપીલ કરી છે કોરોના લોકડાઉનની વચ્ચે કામ કરતા વોરિયર્સની પણ પ્રશંસા કરીને તેમની હિમંત વધારી છે. હાલમાં શહેનશાહ અમિતાભ બચ્ચને વીડિયો શૅર કરીને માણસાઈ દાખવવાનું કહ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, એક પગલું, માણસાઈ તરફ. વીડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ કવિતાનું પઠન કરે છે. 77 વરસની વયે પણ ટીવી પર આવતી મોટાભાગની એડ ફિલ્મોમાં અદાકારી રહ્યાં છે. અને અલગ-અલગ સોશ્યિલ કેમ્પેઈન સાથે જોડાઈને કામ કરી રહ્યાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *