સમગ્ર વિ્શ્વમાં કોરોના વાઈરસ સામે ઝડપી લડવા માં અને સ્થિતિ કાબુમાં લેવામાં સિંગાપોરનુ નામ મોખરે છે ત્યારે કોરોના વાઇરસ સંક્રમણ રોકવા સિંગાપોરે લોકડાઉન ચાર સપ્તાહ લંબાવી દીધું છે. અન્ય દેશો હજુ લોકડાઉન વઘારવુ કે નહી તેની રાહ જોઈ રહ્યાં છે તે પહેલા જ વડાપ્રધાન લી સિયેન લૂંગે 1 જૂન સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે જો કે આ દરમ્યાન તમામ ભારતીયો સહિત તમામ વિદેશી વર્કર્સનો પૂરો ખ્યાલ રખાશે. સિંગાપોરમાં મંગળવારે 1,111 નવા સંક્રમિત મળ્યા હતા બીજી તરફ અત્યાર સુધી અહીં 9125 દર્દી થઇ ગયા છે. ચીનમાં વાઈરસના તરખાટ બાદ કોરોના વાઈરસે સિંગાપોર પર પણ આક્રમણ કર્યુ હતુ જો કે સિંગાપોર પ્રશાસને યુધ્ધના ધોરણે જરુરી તમામ પગલા ભરતા મોટી સફળતા મળી છે. સિંગાપોરમાં અગાઉ 7થી 21 એપ્રિલ સુધી સ્કૂલો અને બિનજરૂરી વેપાર-ધંધા બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી પરંતુ એક સપ્તાહથી અહીં સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. તેનું કારણ ડોરમેટ્રીમાં અને ગીચ વસતીમાં મોટી સંખ્યામાં લોકોનું રહેવાનું છે. સિંગાપોરે લીધેલા પગલાને કારણે ત્યાં કોરોના ઘણું કંટ્રોલમાં છે. તેમણે કહ્યું કે આ પ્રકારના પગલાથી બિઝનેસ અને કામદારોને અસર થશે પણ સરકાર બધાને મદદ આપવાનું ચાલુ રાખશે. સિંગાપોરનું ચાંગી એરપોર્ટ વિશ્વનુ સૌથી મોટુ એરપોર્ટ પૈકીનુ એક ગણાય છે ત્યારે સિંગાપોરમાં 1 જૂન સુધી લૉકડાઉન વધારાતાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તરફની ફ્લાઈટ પણ ઊડી શકશે નહીં.