બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનનુ 53 વરસની વયે નિધન થયું છે જેને લઈને બોલીવુડ અને હોલીવુડમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.માતાના 4 દિવસ પહેલાં જ નિધન બાદ ઈરફાન ખાનની અચાનક જ તબિયત લથડી જતાં તાત્કાલિક તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતાં તેમને કોલન ઈન્ફેક્શન થયાની માહિતી બહાર આવતા આઈસીયુમાં એડમિટ કરાયા હતાં જો કે બુધવારે સવારે તેમનુ નિધન થયું હતુ ઈરફાન ખાનના નિધનની પહેલી ખબર ડાયરેકટર સુજીત સરકારે ટવીટના માધ્યમથી આપી હતી. ઈરફાન ખાને સલામ બોમ્બે ફિલ્મથી બોલીવુડમાં પર્દાપણ બાદ અનેક સફળ ફિલ્મો આપી હતી જેમાં પાનસિંહ તોમરની ભૂમિકા માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો બાદમાં પદમશ્રીથી પણ નવાજવામાં આવ્યાં હતા. સ્લમ ડોગ મિલિયનર્સ, ધ વોરિયર, જુરાસિસ વર્લ્ડ જેવી ઈંગ્લીશ ફિલ્મમાં કામ કર્યુ હતુ હાલમાં તેની હિન્દી મીડીયમ ફિલ્મને ભારત ઉપરાંત ચીનમા મોટી સફળતા મળી હતી બાદમાં અંગ્રેજી મીડીયમ ફિલ્મ પણ પ્રદર્શિત થઈ હતી