રિશી કપૂરને ઈટાલિયન ડીશ બહુ પ્રિય હતી

પિતાની વિદાયથી રણબીર કપુર શોક મગ્ન
ઈટિલાયિન ફુડના શોખીન રિશિ કપુરની પત્ની નીતુસિંહ સાથેની તસવીર હવે યાદોમાં રહી ગઈ

બોલિવૂડના ઉમદા કલાકાર રિશી કપૂરે અણધારી વિદાય લઈ લીધી છે ત્યારે ચાહકોએ હવે તેમની યાદો વાગોળવા જરુરી છે. પંજાબી ફેમીલીથી આવતા ચિન્ટુ ઉર્ફે રિશી હંમેશાંથી ખાવાના અને ક્લાસિકલ મ્યુઝિકના શોખીન હતા.અને પત્ની નીતુસિંગ તેની તમામ ખ્વાહિશ પુરી કરતી હતી પત્ની દરરોજ નવી નવી રેસિપી બનાવતા ખાસ કરીને તેની મનપસંદ ડીશ ઈટાલિયન હતી.. અગાફ કપિલ શર્માના શોમાં આવી ચુકેલા નીતુ સિંહે કહ્યું હતું કે, મને ખાવાનું બનાવવાનો કોઈ શોખ નથી પરંતુ મારા પતિને ખાવાનો શોખ છે. તેમના માટે હું રોજ ઓનલાઇન નવી ડીશ બનાવતા શીખું છું અને બનાવું છું. જો મહિનામાં હું કોઈ ડીશ રિપીટ કરું તો રિશી ગુસ્સે થઈને કહેતા કે આ તો કાલ જ બનાવી હતી.

સ્વેટર કલેક્શનનો પણ શોખ હતો 
ફિલ્મ કોઈ પણ હોય અને કોઈ પણ હોય લોકેશન પણ રિશી કપૂર હમેશા ટી શર્ટ અને સ્વેટરમાં જ સજ્જ હોય. ખાસ કરીને યશ ચોપરાની ફિલ્મમાં તેના સ્વેટર્સની ચર્ચા ખાસ ચાહકો કરતાં હતાં. અને બજારમાં તેની નકલ પણ થઈ જતી હતી. પોતે પણ સ્વેટર્સને લઈને ટવીટ કર્યુ હતું. ચાંદની હોય કે દિવાના, કભી કભી હોય કે હમ કીસી સે કમ નહીં હોય. તમામ ફિલ્મમાં અલગ અલગ લુકમાં રિશિ દેખાતાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *