અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે આનંદના સમાચાર એછેકે, હવે અમદાવાદ શહેરમાં ગટરમાં ઠલવાતા ગંદા પાણીના સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં શુધૃધ કરીને સિંચાઇ માટે પાણી આપવાની જાહેરાત મુખ્યમત્રી રૂપાણીએ કરી છે . વાસણા બેરેજ ખાતે રિયુઝ વોટર પ્રોજેક્ટને લોન્ચ કરાયો છે જેમાં અમદાવાદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 12 હજાર હેકટર જમીનમાં ટ્રીટમેન્ટ કરેલુ પાણી સિંચાઇ માટે આપવા આયોજન કરાયુ છે આ નવી યોજનાથી સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી શુધૃધ પાણી અપાતાં ખેડૂતોની આવકમાં ય વૃધિૃધ થશે. અમદાવાદ જિલ્લામાં આમેય ખેડૂતો સિંચાઇના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. પાણીની અછતને કારણે ખેડૂતો પાક લઇ શકતાં નથી અગાઉ કેટલીય વાર ખેડૂતો સરકારને રજુઆત કરી ચુકયા છે તેઓ વારંવારં માગણી કરતા હતા કે ફતેહવાડી કેનાલમાંથી તેમને પાણી આપવામાં આવે તો પાણીની અછતમાં પોતાનો પાક બગડી ન જાય અને સમયસર પાક લઈ પણ શકાય.
અમદાવાદમાં વાસણા બેરેજમાં રિયુઝ પ્રોજેક્ટના કારણે અમદાવાદ જિલ્લાના ખેડૂતોને રોજ 350 એમએલડી શુધ્ધ પાણી મળી રહેશે એક કરોડના ખર્ચે રાજ્ય સરકારે ગટરમાં ઠલવાતા પાણીને ટ્રિટ કરીને ખેડૂતો આપવા નક્કી કર્યુ છે ત્યારે અમદાવાદીઓ રોજ 900 એમએલડી પાણીનો ઉપયોગ કરે છે જેમાંથી મોટાભાગનુ પાણી ગટરમાં વહી જાય છે આ ગટરના ગંદા પાણીને ટ્રિટ કરીને ફતેવાડી કેનાલ મારફતે અમદાવાદ જિલ્લામાં પહોચાડાશે.અત્યારે પ્રથમ તબક્કામાં 12 હજાર હેક્ટર જમીનમાં સિંચાઇનુ પાણી પહોંચાડાશે બાદમાં 33 હજાર હેક્ટર જમીનમાં પાણી આપવાની સરકારની તૈયારીઓ છે .