ગાંધીનગર પાસે ટ્ટ્રીપલ હત્યા કરનારો સાઈકો કીલર ઝડપાયો

ગાંધીનગરમાં ગત વરસે એક સાથે 3 -3 હત્યા કરીને ફરાર થઈ ગયેલો હત્યારો આખરે ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ ગયો છે. હત્યારાનેી ખબર આપનારને 5 લાખનું ઈનામ પણ જાહેર કરાયુ હતું. એટીએસના હાથે ઝડપાેલો આરોપી લૂંટ અને ચોરીના કેસમાં અનેક વાર જેલ જઈ આ્વ્યો છે મોનિશ ઉર્ફે મદન માલી ધો. 3 સુધી ભણેલો છે. 1995માં તેણે ઘર છોડી દીધું હતું. 1999માં સાયકલ ચોરીના ગુનામાં , 2007માં પણ ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. આરોપી મોનિશે અનેક લૂંટ કરી છે. 2016થી જ પિસ્ટલ લઈ લોકોને લૂંટતો હતો. જો કોઈ પૈસા આપવાની ના પાડે તો તેને માથામાં ગોળી મારી હત્યા કરી નાંખતો હતો. 2018-19માં જેમની હત્યા કરી છે તેઓએ પૈસા આપવાની ના પાડતા હત્યા કરી હતી. પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે અનેક ટીમો બનાવી હતી અને સ્કેચ પણ જાહેર કર્યો હતો જો કે ચાલાક આરોપીને સ્કેચની જાણ થઈ જતા તેણે પોતાનો લુક બદલી નાંખ્યો હતો
ફેબ્રુઆરી માસમાં પેટ્રોલપંપ પર એટીએસ અને ગાંધીનગર પોલીસે જે સ્કેચ અને ફુટેજના પોસ્ટર લગાવ્યા હતા. તે જોઈ જતાં તેણે લૂંટ અને હત્યા કરવાનું બંધ કરી દીધું હતું. પોલીસ પકડે નહીં તે માટે તેણે પોતાનું ઘર અને ચહેરો પણ બદલી નાંખ્યો હતો. મોનીસે વાળ નાના અને મૂછો રાખવાનું શરૂ કરી દીધું હતું. આરોપી મોનિશ પોતે પરણિત છે અને બાળક છે. પેડલ રીક્ષા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. વહેલી સવારથી જ લૂંટ કરવાના ઇરાદે ઘરેથી નીકળી જતો હતો. કેનાલ પર જઈ અને એકલદોકલને લૂંટી લેતો હતો.
સાઈકો કીલરની કરમકુંડળી
ગાંધીનગરમાં આરોપી મોનિશે લૂંટના ઇરાદે જ તમામ લોકોની હત્યા કરી હતી.
2016માં સાબરમતી ડિકેબિન વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી 1 પિસ્ટલ અને કારતુસ ચોરી કર્યા હતા. ગાંધીનગર- અમદાવાદ કેનાલ પર 2016થી ઓક્ટોબર 2018 સુધી લોકોને પીસ્ટલ બતાવી લૂંટતો હતો આરોપીએ પિસ્ટલ ચોર્યા બાદ યુ ટ્યુબ ઉપરથી પિસ્ટલ ચલાવવાનું શીખ્યો હતો. ત્યાંથી શીખ્યા બાદ આરોપી કેનાલ પર ફાયરિંગ પ્રેક્ટિસ કરવા પણ જતો હતો. ત્યાં કેનાલ પર જ હવામાં ફાયરિંગ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *