ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો: નીતિન પટેલ

ગુજરાતમાં મંગળવારથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં 2 રુપિયાનો વધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરાઈ હતી. અત્યારે સમગ્ર દેશમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. ગુજરાતમાં અત્યારે 71 રૂપિયા 88 પૈસા છે જ્યારે મધ્ય પ્રદેશમાં 83 રૂપિયા અને 82 પૈસા છે. ગુજરાતના ભાવ કરતા અન્ય રાજ્યના ભાવ 10થી 12 રૂપિયા વધારે છે. સરકારે નિર્ણય કર્યો છે કે, પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ દર 2 રૂપિયા વધારવાનો નિર્ણય લાગુ થઈ ગયો છે પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા જણાવાયું હતુ કે રાજયમાં વેરાકીય આવક લોકડાઉનના કારણે ધરખમ ઘટાડો થયો છે. જીએસટીની આવકમાં પણ ઘટાડો થયો છે. રાજયની આવક પેટ્રોલ-ડીઝલ પરની આવકમાં ઘટાડો થયો છે. વાહનો પણ બંધ હોવાના કારણે હજારો પેટ્રોલ પંપ ઉપર થતી પ્રવૃતિઓ થકી થતી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ પણ સદંતર બંધ હતું. એ બે મહિના દરમિયાન આવકમાં મોટો ઘટાડો થયો છે. મહત્વનુ છે કે કેન્દ્ર સરકાર દ્રારા 4 દિવસમાં 4.50 રુપિયા અને ગુજરાત સરકારે હવે એક સાથે 2 રુપિયાનો વધારો કરી દીધો છે જેને લઈને પેટ્રોલ 71 થી 72 ની આસપાસ પહોચી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *