ગુજરાત કેડરના IAS ટોપનો હવે વિશ્વ બેંકમાં સિનિયર એડવાઇઝર

ગુજરાત કેડરના વધુ એક અધિકારી સર્વોચ્ચ શિખરે પહોચ્યા છે. કેન્દ્ર સરકારે વડાપ્રધાન ઓફિસના ગુજરાત કેડરના સનદી અધિકારી રાજીવ ટોપનોની વિશ્વ બેંકમાં નિમણુક કરી છે. ટોપનોને ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ હેઠળ વોશિંગ્ટન DC અમેરિકામાં વર્લ્ડ બેન્કના એક્સિક્યુટીવ ડિરેક્ટરના સિનીયર એડવાઇઝર બનાવાયા છે. આ પદ જોઈન્ટ સેક્રેટરી લેવલનું છે. તેઓને આ પદ માટે ત્રણ વર્ષ માટે એપોઇન્ટ કરાયા છે. રાજીવ ટોપનો 1996 બેચના IAS અધિકારી છે અને હાલ PMOમાં વડાપ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરી છે. મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા ગતે સમયથી રાજીવ ટોપને પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ સાથે સંકળાયેલા છે. અગાઉ ગુજરાતમાં પણ મહત્વના સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *