ગુલાલાઈ પાકિસ્તાનમાં માનવાધિકારની લડાઇનો નવો ચહેરો

પાકિસ્તાનથી ગમે તેમ કરીને બહાર નિકળવામાં સફળ રહેલી મહિલા અધિકાર કાર્યકર્તા ગુલાલાઈ ઇસ્માઇલ અત્યારે અમેરિકામાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનનો ચહેરો બની ગઇ છે. તે સંયુક્ત રાષ્ટ્રમાં રાજકીય શરણાર્થી તરીકે રહેવા માટે મંજૂરી માગી રહી છે. ગત શુક્રવારે તે ન્યૂયોર્કના રસ્તાઓ પર પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ થતા અત્યાચારના વિરોધમાં પ્રદર્શન કરતી જોવા મળી હતી. મહિના પહેલા તે ન્યૂયોર્ક પહોંચી હતી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શુક્રવારના જ્યારે UNમાં સંબોધન કર્યું , ત્યારે ગુલાલાઈ તે હેડક્વાર્ટર બહાર મુહાઝિર, પશ્તૂન, બલોચ, સિંધી અને અન્ય અલ્પસંખ્યક સમુદાયના લોકો સાથે પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહી હતી.

ગુલાલાઈએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે આતંકવાદને ખતમ કરવાના નામ પર પાકિસ્તાનમાં નિર્દોષ પશ્તૂનોની હત્યા કરવામાં આવે છે. સેનાએ ટોર્ચર સેલમાં હજારો લોકોને કેદમાં રાખ્યા છે. તેમણે કહ્યું કે અમારી માંગ છે કે પાક સેના દ્વારા થતું માનવાધિકાર ઉલ્લંઘન તરત બંધ કરવામાં આવે . ટોર્ચર સેલમાં બંધ લોકોને છોડવામાં આવે.

ગુલાલાઈએ કહ્યું- જો અણે સેનાના અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવીએ તો અમારા પર આતંકવાદનો આરોપ લગાવવામાં આવે છે. ખૈબર પખ્તૂનખ્વામાં પાકિસ્તાની સૈન્ય સંસ્થાનોની તાનાશાહી છે. દુનિયામાં પશ્તૂનો વિશે ખોટી અવધારણા છે. પશ્તૂન યુદ્ધ પીડિત છે અને અમેરિકામાં રહીને હું તેમના હક માટે અવાજ ઉઠાવીશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *