ચારધામ પૈકી બદ્રીનાથ ધામનું અનેરુ મહત્વ

દેશના ચારધામમાંથી એક બદ્રીનાથ ધામના કપાટ 19 નવેમ્બરથી ખુલી ગયા છે. હાલમાં દેશભરમાંથી ભકતો દર્શનાર્થે આવી રહ્યાં છે. દર વર્ષે વિજયાદશમીના રોજ બદ્રીનાથના કપાટ શિયાળા માટે બંધ કરવાની તિથિ જાહેર કરવામાં આવે છે. રવિવારે સવારે રાવલ ઈશ્વરપ્રદાસ નંબુદરી , ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ, દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓ, મંદિર સમિતિ સાથે જોડાયેલા લોકો અને ભક્તોની હાજરીમાં કપટ બંધ કરવાની આ તિથિ જાહેર કરવામાં આવી છે. બદ્રીનાથ ઉપરાંત 15 નવેમ્બરે ગંગોત્રી, 16 નવેમ્બરે યમુનોત્રી અને કેદારનાથના કપાટ બંધ થઈ ગયા હતા .મહત્વનુ છે કે સૂર્ય વૃશ્ચિક રાશિમાં રહે છે, ત્યાં સુધીના સમયમાં બદ્રીનાથ ધામમાં પૂજા કરવાનો અધિકાર રહે છે. એ પાછો અહિ પૂજા કરવાનો અધિકાર દેવતાઓનો હોય છે. બદ્રીનાથ ઉત્તરાખંડના ચારધામમાં સામેલ છે. અલકનંદા નદીના કિનારે આવેલું આ ધામ આશરે 3300 મીટર ઊંચાઈ પર આવેલું છે. શિયાળામાં વાતાવરણ ઘણું ઠંડુ થઈને બરફવર્ષા થાય છે. આ કારણે બદ્રીનાથ મંદિરના કપાટ શિયાળાની ઋતુમાં બંધ કરી દેવાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *