ચીનમાં સ્થિતિ સુધરી, જુલાઈથી શરૂ થઈ શકે છે ચાઈનીઝ સુપર લીગ

કોરોનાવાયરસની શરૂઆત ચીનના વુહાનમાં થતા અનેક દેશની રમતોને અસર થઈ છે અને ત્યાની તમામ ટુર્નામેન્ટ રદ કે સ્થગિત કરવાની ફરજ પડી છે પણ ચીનમાં સ્થિતિ હવે સુધરી જતા ફુટબોલ લીગ રમાવાના આસાર શરુ થયા છે ચીને હવે સ્પોર્ટ્સને પણ ટ્રેક પર લાવવાનું કામ શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જાણકારી ગુઆંગઝોઉ આરએન્ડએફ ક્લબના ચેરમેન હુઆંગ શેંઘુઆએ આપી હતી. જ્યારે તુર્કમેનિસ્તાનમાં રવિવારથી ફૂટબોલ લીગની સીઝન શરૂ થઈ ગઈ છે.તુર્કમેનિસ્તાનમાં પ્રથમ મેચ જોવા 500 લોકો પહોંચ્યા હતા, જ્યારે સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 20,000 છે. દેશમાં કોરોનાવાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. માર્ચમાં અન્ય દેશોની જેમ અહીંયા પણ લીગ મેચ સુરક્ષાને કારણે અહીં મુલતવી રાખવામાં આવી હતી. આ લીગમાં 8 ટીમો છે. આ લીગની શરૂઆતથી વિશ્વના અન્ય મોટા દેશોએ વાંધો ઉઠાવ્યો છે. સીએલએલમાં દરેક ટીમ 30-30 મેચ રમશે. સીએસએલની આ સીઝનની શરુઆત જૂનના અંત અથવા જુલાઈની શરૂઆતમાં થશે. ટૂર્નામેન્ટ નક્કી થયેલી ફોર્મેટમાં જ રમાશે. બધી ટીમો 30-30 મેચો રમશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *