જગન્નાથજીની રથયાત્રાનો પ્રથમ પ્રસંગ ‘રથપૂજન’માં નગરજનો નહીં

અષાઢી બીજે નીકળે છે રથયાત્રા

કોરોના કહેરની ઈફેક્ટ હવે ઐતિહાસિક રથયાત્રા પર પડી છે .દર વર્ષે પરંપરાગત રીતે અષાઢી બીજની પરંપરાગત રથયાત્રા પૂર્વે અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન જગન્નાથજીનાં મંદિર ખાતે ‘ચંદન યાત્રા’ અને રથપૂજન કરાય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીને પગલે થયેલાં લોકડાઉનમાં આ ચંદન યાત્રા કે રથ પૂજનમાં નગરજનો કે શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે નહીં, આવું સૌપ્રથમ વખત બનશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે થયેલાં લોકડાઉનને કારણે ૨૬મી એપ્રિલના રોજ રથયાત્રાનો પ્રથમ પ્રસંગ એવા રથપૂજનનાં કાર્યક્રમમાં નગરજનો ભાગ નહીં લે અને આ દિવસે ભગવાનને ચંદનનાં શણગાર હોવાથી તેને પ્રતીકાત્મક ચંદન યાત્રા કહેવાય છે. જોકે, લોકડાઉનને પગલે માત્ર મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી જ હાજર રહેશે. જે પણ સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને રથ પૂજન પ્રતીકાત્મક રીતે કરાશે તેમણે જણાવ્યું કે આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની ૧૪૩મી રથયાત્રા ૨૩મી જૂન, ૨૦૨૦ના રોજ છે. જોકે, તે આ વર્ષે કોરોના મહામારીને પગલે જે સ્થિતિ એ સમયે રહેશે તે મુજબનો નિર્ણય સરકાર સાથે અને સંબંધિત વિભાગો સાથે ચર્ચા-વિચારણા કરીને લેવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *