જમ્મુ કાશ્મીરમાં ચોરવીરા ગામનાં જવાન રઘુ બાવળિયા શહીદ

જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષામાં રહેલા રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે. દેશની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપવાના સમાચાર મળતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડતાં લડતાં રઘુભાઈને ગોળી વાગતાં તેઓ શહીદ થયાં છે. આ જવાનની શહીદીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમીની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે. આ સાથે કોગ્રેસના પ્રમુખે પણ શોકાજંલિ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *