જયેશ પટેલની ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં પોલીસે 60 હજાર પાનાનું ચાર્જશીટ

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સહિત તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુના બાદ જામનગર પોલીસે તરફથી કોર્ટમાં 60 હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કરાઈ છે. જેમાં મુખ્ય આરોપી તરીકે ફરાર જયેશ પટેલને દર્શાવાયો છે.પોલીસે જયેશ પટેલ અને તેની ગેંગના 12 સભ્યો સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બદલ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગેંગ દ્વારા ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક ઉભું કરીને શહેરના અનેક વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી લીધી હતી.આ પ્રકરણમાં જયેશ પટેલ અને તેના બે સાગરીતો રમેશ અભંગી અને સુનિલ ચંગેલા હજુ ફરાર છે. ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, બિલ્ડર નિલેશ ટોલિયા, વકીલ વી એલ માનસતા, પ્રફુલ પોપટ અને યશપાલ-જસપાલ જાડેજા બંધુ સહિતના 14 શખ્સોને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે .જામનગર પોલીસે ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ જયેશ પટેલ સહિતના 14 લોકો સામે ગુનો નોંધ્યો છે જેમાં પાંચ વર્ષથી લઈ આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *