દિલ્હીની જામિયા યુનિવર્સીટીમાં પોલીસે લીધેલા પગલાના વિરોધમા વાઈસ ચાન્સેલર ખુલીનેબહાર આવ્યાં છે . વીસી નઝમા અખતરના કહેવા મુજબ પોલીસના એકશનમાં કોઈ વિદ્યાર્થીનું મોત થયું નથી પણ પોલીસે જે રીતે લાઈબ્રેરીમાં ઘુસીને વિદ્યાર્થીઓ સાથે જે વર્તન કર્યું છે તેની એફઆઈઆર કરશે. રવિવારે પોલીસે અટકાયતમાં લીધેલા જામિયા મિલિયાના પચાસ વિદ્યાર્થીઓને છોડી મૂકયા હતા પણ પરિસ્થિતિ હજુય શાંત પડી નથી. બીજી તરફ દિલ્હીમાં શાંતિ જાળવવાના પ્રયાસના ભાગ રૂપે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ ગૃહમંત્રીને મળવાનો સમય માંગ્યો હોવાની વાત સામે આવી છે. રવિવારે નવી દિલ્હીમાં નાગરિકતા બિલની આગ ભડભડ સળગી હતી જેમાં ટોળાએ 6 બસોને આગ લગાડી દીધી હતી અને ઉભા થયેલા ધર્ષણમાં 6 પોલીસ કર્મીને ઈજા પહોચી હતી. બીજી તરફ પોલીસે સુરક્ષાના ભાગ રૂપે 7 મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધા હતા.
દીલ્હી હિસામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા માટે પોલીસ જામીયા મિલિયા યુનિ.માં પ્રવેશીને યુનિ.ના દરવાજા બંધ કરી દીધા હતા બાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું સોમવારે પાટનગર નવી દિલ્હીમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે અને તમામ મેટ્રો સ્ટેશન રાબેતામુજબ શરુ થઈ ગયા છે જો કે દિલ્હીના ઇશાન વિસ્તારની સ્કૂલો પાંચ જાન્યુઆરી સુધી બંધ રાખવાની જાહેરાત દિલ્હી સરકારે કરી છે