ટીડીએસ જમા કરાવવાની મુદત 31મે સુધી વધારવા ચેમ્બરની માગ

કોરોના વાયરસના પગલે ૩મે સુધી દેશવ્યાપી લોકડાઉનના કારણે સરકારે કરદાતાઓને અનેક રિટર્ન ફાઇલીંગની મુદત લંબાવીને રાહત આપી છે પરંતુ ટીડીએસ જમા કરાવવાની તારીખ લંબાવાઈ નથી તેને લઇને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રજૂઆત કરી છે. ચેમ્બરે સીબીડીટીને જણાવ્યું છે કે માર્ચ મહિનાના ટીડીએસ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે અને એપ્રિલ મહિનાના ટીડીએસ જમા કરાવવાની છેલ્લી તારીખ 7 મે છે તે લંબાવીને 31 મે કરવી જોઇએ. સીબીટીડીને લખેલા પત્રમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, “સરકારે 24 માર્ચે જ કરદાતાઓને રાહત આપતા અનેક પગલાં જાહેર કર્યાં હતા અને વિવિધ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ અને કેપિટલ ગેઇન્સ અને વિવિધ ડિડક્શનનો લાભ લેવા માટે રોકાણ કરવાની છેલ્લી તારીખ અને પાન-આધાર લિન્ક કરવાની છેલ્લી તારીખ લંબાવીને 30 જૂન, 2020 જાહેર કરી હતી. પરંતુ જે ઓર્ડિનન્સ જાહેર કર્યો હતો તેમાં માર્ચ મહિનાના ટીડીએસની છેલ્લી તારીખ લંબાવી નથી અને માત્ર વિલંબિત ચૂકવણી પર લાગતું વ્યાજ જ 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરવાનું જાહેર કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *