ટ્રેન લેટ થઇ તો મુસાફરોને 250 રૂ. સુધી વળતર મળશે

દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની શરુઆત 5 ઓક્ટોબરથી થશે. મુસાફરોને ટ્રેન લેટ થવા પર 250 રૂપિયા વળતર પેટે મળશે. જો ટ્રેન 1 કલાક લેટ થાય તો 100 અને બે કલાક લેટ થાય તો 250 રૂપિયાનું રિફન્ડ મળશે. IRCTC તેના માટે ઇ વોલેટ અથવા આગામી ટિકિટ બુકીંગ પર છૂટ આપવાના વિકલ્પ પર કામ કરી રહી છે. પહેલી તેજસ ટ્રેન દિલ્હીથી લખનૌ વચ્ચે ચાલશે. IRCTCને બે તેજસ ટ્રેનના સંચાલનની મંજૂરી મળી છે. 

ટ્રેન વિશેની ખાસ વાતો

તેજસ એક્સપ્રેસ નવી દિલ્હીથી લખનૌની સફર સવા 6 કલાકમાં પૂરી કરશે. ટ્રેન લખનૌથી સવારે 6 વાગ્યાને દસ મિનિટે ઉપડશે. બપોરે 12 વાગ્યાને 25 મિનિટ પર તે દિલ્હી પહોંચશે. આ ટ્રેન આ દરમિયાન માત્ર કાનપુર અને ગાજિયાબાદમાં જ રોકાશે. તેવી જ રીતે લખનૌથી દિલ્હી જતી વખતે પણ બે સ્ટેશન પર જ રોકાશે. 

મંગળવાર સિવાય બાકીના બધા દિવસોમાં આ ટ્રેન ચાલુ રહેશે. તેમાં બે એસી ચેર કાર અને એક્ઝિક્યૂટિવ ચેર કાર એમ બે પ્રકારની બોગી હશે. 

IRCTCએ કહ્યું- દિલ્હી-લખનૌ વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસમાં સફર કરતા મુસાફરો માટે 25 લાખ રૂપિયાનો રેલ યાત્રા વીમો મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

IRCTCએ લખનૌ-દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસમાં ટિકિટ કેન્સલેશનની ફી પણ ઘટાડી છે. જો કોઇ વ્યક્તિની ટિકિટ વેઇટીંગમાં હોય અને તે ટ્રેન છૂટવાના 4 કલાક પહેલા કેન્સલ કરે છે તો તેની પાસેથી માત્ર 25 રૂપિયા વસૂલ કરવામાં આવશે. આ 25 રૂપિયા ટિકિટની કિંમતમાંથી કાપવામાં આવશે. બાકીની રકમ ઓનલાઇન રિફન્ડ કરી દેવાશે. બીજી ટ્રેનોમાં ટિકિટ કેન્સલ થવા પર 65 રૂપિયા ચાર્જ લાગે છે. 
 

જો ટ્રેન કેન્સલ થાય તો મુસાફરોને ટિકિટ કેન્સલ કરવાની જરુરત નહીં રહે. તે સિવાય ટીડીએસ માટે પણ ફાઇલ નહીં કરવું પડે. IRCTC મુસાફરોના પૈસા રિફન્ડ કરી દેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *