ડ્રગ્સ કેસ: અભિનેતા અર્જૂન રામપાલના ઘરે NCB ના દરોડા

બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસ માં અભિનેતા અર્જૂન રામપાલ ના ઘરે NCB એ રેડ પાડી છે. આજે સવારે એનસીબીના ઓફિસરો અર્જૂન રામપાલના ઘરે રેડ મારવા પહોંચ્યા. કહેવાય છે કે રામપાલના ઘરે એનસીબી ડ્રગ્સની શોધખોળ કરી રહી છે. તેમને તેની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું હતું. ત્યારબાદ એનસીબીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડ્રગ્સ સાથે સંકળાયેલા હોવાની એક એક વિગતોનો ખુલાસો કરવા માંડ્યો. ગત મહિને રામપાલની ગર્લફ્રેનેડ ગ્રેબિએલાના ભાઈની NCBએ ધરપકડ કરી હતી. તેની પાસેથી હશીશ અને અલપ્રાઈઝોની ટેબ્લેટ્સ મળી હતી. આ બંને ચીજો નારકોટિક્સ તરફથી પ્રતિબંધિત છે. આ પહેલા રવિવારે બોલીવુડ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે એનસીબીની રેડ પડી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *