તમારો આઈફોન -11 પ્રો મેક્સ નકલી તો નથી ને…

ટેકનોલોજી 14 ડિસેમ્બર 2019

તમારો આઈફોન નકલી તો નથી ને…

આઈફોન-11 મેક્સ પ્રો.ની હાલ ખુબ મોટી માંગ છે પણ સસ્તો આઈફોન ખરીદવાની હરીફાઈમાં કયાંક તમે નકલી ફોન તો નથી ખરીદી રહ્યાં ને તે ચેક કરી લેવા જેવું છે. ઓનલાઈન વેચતી ઘણી કંપનીઓ આઈફોનની નકલી બ્રાન્ડ વેચી રહી છે. હાલમાં એક કસ્ટમરને ઈ કોમર્સ પર શોપીંગ કરવામાં કડવો અનુભવ થયો છે. 3 કેમેરાવાળો આઈફોન-11 ના પુરા રુપિયા ચુકવ્યા પણ જયારે ઘરે આવેલા ફોનની તપાસ કરી તો તે નકલી નીકળ્યો છે. બેંગ્લોરના એક કસ્ટમરને ફલીપકાર્ટ પરથી મંગાવેલો આઈફોન-11 પ્રો મેકસ 94 હજાર રુપિયામાં પડયો છે પણ આ ફોન નકલી નીકળતા હવે ફરિયાદ કરવા દોડધામ કરી રહ્યાં છે. આઈફોન-11 પ્રો મેક્સની મુખ્ય ખાસિયત તેના 3 કેમેરા છે. રજનીકાંત નામના કસ્ટમરને જે ફોન મોકલાયો તેમાં 3 કેમેરાની જગ્યાએ માત્ર કેમેરાના 3 સ્ટીકર મળ્યા છે. તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે અસલી ફોન જેવો જ આ ફેક ફોન બનાવ્યો છે અંદર પણ સોફટવેરમાં એપલની ઓપરેટીંગ સિસ્ટમ નથી. ગ્રાહકો જે આંખો બંધ કરીને જાણીતી ઈ કોર્મસ કંપની પર વિશ્વાસ મુકી રહી છે તેમાં પણ આવો ઓનલાઈન ચીટીંગનો અનુભવ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *