તુર્કી-સિરિયામાં અત્યાર સુધીમાં 46 હજારથી વધુ મોત:13 દિવસ પછી ત્રણ લોકોનું રેસ્ક્યૂ

તુર્કી અને સિરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપમાં હજુ પણ ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે. દિવસને દિવસે મરનારાઓની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 46 હજારને પાર કરી ગઈ છે. તુર્કીમાં રેસ્ક્યૂ ટીમે ભૂકંપના 13 દિવસ પછી 3 લોકોને જીવતા બહાર કાઢયા છે. . જેમાંથી એક બાળક પણ હતું. બીજી તરફ ઘાના ફૂટબોલર ક્રિશ્ચિયન આત્સુનો મૃતદેહ કાટમાળમાંથી મળ્યો છે. ભૂકંપમાં પરિવાર ભોગ બન્યુ છે. આત્સુએ સપ્ટેમ્બરમાં જ ટર્કિશ સુપર લીગ ક્લબ જોઇન કરી હતી.

તુર્કી અને ઉત્તરી સિરિયામાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપને કારણે ધરતીને ઘણું નુકસાન થયું છે. ધરતીમાં બે વિનાશક મોટી તિરાડો જોવા મળી રહી છે , જેમાંથી એક તિરાડ 300 કિલોમીટરની છે. અહીં જમીન બે વિરુદ્ધ દિશામાં 23 ફૂટ સુધી ખસી ગઈ છે. 6 ફેબ્રુઆરીના ભૂકંપ પછી 4,700 આફ્ટરશોક્સ આવ્યા છે. દર ચાર મિનિટે એક આફ્ટરશોક આવે છે. જેમાં મોટા ભાગની તીવ્રતા 4થી વધુની છે. તુર્કીમાં 38,044થી પણ અને સિરિયામાં 5800થી પણ વધુ લોકોનાં મોત થયાં છે. તુર્કીમાં એક કરોડ 30 લાખ લોકો 10 રાજ્યોમાં ડિસપ્લેસ થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 8 હજાર લોકોને બચાવી લેવાયા છે. તુર્કી-સિરિયામાં કાટમાળની નીચે દબાયેલા લોકોની શોધ હજુ પણ ચાલુ છે. સિરિયામાં ભૂકંપ પીડિતોને શ્રદ્ધાંજલિ દેવા માટે 20 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધો ફરકાવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *