સમગ્ર દેશમાં ચકચારી તેલગાણા એન્કાઉન્ટરની તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે તેલગાણા હાઇકોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલા દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપીઓનું ફરી પોસ્ટમોર્ટમ કરવાના આદેશ આપ્યા છે. તેલગાણા હાીકોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર તેના માટે દિલ્હી એમ્સને એક મેડિકલ બોર્ડ બનાવવાની અપીલ કરે જેમાં ત્રણ ફોરેન્સિક એક્સપર્ટ્સ સામેલ હોય. આ પહેલા પણ નામદાર સુપ્રીમ કોર્ટે હૈદરાબાદના એન્કાઉન્ટરની તપાસ માટે સીટની રચના કરીને 4 આરોપીની ડેડ બોડીને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો.
હેદરાબાદમા 4 આરોપીઓએ એક વેટરનરી ડોક્ટર સાથે હેવાનિયત આચરીને તેને સળગાવી નાખી હતી. ત્યારબાદ સાઇબરાબાદ પોલીસ તપાસના કામે જેલમાંથી કબજો લઈને 6 ડિસેમ્બરે 4આરોપીઓને ઘટનાસ્થળે લઇ ગઇ હતી. તપાસ ચાલતી હતી ત્યારે આરોપી મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુએ પોલીસ જવાનોના હથિયાર છિનવીને ભાગવાની કોશિષ કરી હતી આ સમયે પોલીસે કરેલા એન્કાઉન્ટરમાં ચારેયને ઠાર મરાયા હતા.
સુપ્રીમ કોર્ટે તપાસ માટે આયોગ બનાવ્યું
એક સાથે 4 આરોપીનું એન્કાઉન્ટર થઈ જતા જવાબદાર પોલીસ અધિકારીઓ પર અનેક સવાલો ઉઠયા હતા. એક તરફ કેટલાંક લોકો આ પગલાને ન્યાય ગણાવતા હતા તો કેટલાંક કાયદાનુ વિરુધ્ધમાં. 7 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ FIR, તપાસ અને કાર્યવાહીની માંગ કરતી અરજી કરાતા 12 ડિસેમ્બરે આ મામલાની સુનાવણી થઈ ગઈ અને 3 સભ્યોની એક સીટની રચના કરાઈ હતી.