દાહોદ પાસે ગોઝારો અકસ્માત નવજાત સહિત 3 બાળકોના મોત

કુદરત પણ કયારેક કયારેક માનવી સાથે ક્રુર મઝાક કરી લેતી હોય છે. દાહોદ નજીક નાનીકોડી ગામના સૂકી તળાવના 30 ફૂટ ઊંડા કોતરમાં સવારે રીક્ષા ખાબકતા નવજાત સહિત 3 બાળકના મોત નીપજ્યા છે, જ્યારે 3 મહિલાનો બચાવ થયો છે. ઘટનાના પગલે દાહોદ પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઇને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. દાહોદ તાલુકાના ચોસાલા ગામની 25 વર્ષીય રંગલીબેન કલસિંગભાઇ માવી નામની પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા તેમના ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને બાળકને જન્મ થતા પરિવારજનોમાં ખુશી છવાઇ ગઈ હતી પણ આ ખુશી લાંબો સમય ના ટકી શકી. સવારે ખાનગી રીક્ષા મારફતે પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે 30 ફૂટ ઊંડા તળાવમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *