દિલ્હીની ફેકટરીમાં આગથી 43ના મોત- 22 વર્ષ બાદ મોટી દુર્ઘટના

નવી દિલ્હીઃ રાજધાનીના રાણી ઝાંસી રોડ વિસ્તારના અનાજ માર્કેટમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગમાં 43 લોકોના મૃત્યુ થયા હતા. એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટર કિશોર સિંહે જણાવ્યું કે મોટા ભાગના મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયા છે. હોસ્પિટલમાં અન્ય દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે. ફાયર વિભાગના પ્રમુખ અતુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગ લાગી હોવાની માહિતી સવારે 5.22 કલાકે મળી. બાદમાં ફાયર વિભાગની 30 ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. ફેક્ટરી એક મકાનમાં ચાલી રહી હતી, જેમાં 59 લોકો સૂઈ રહ્યાં હતા. જેમાં મોટા ભાગના બિહરના મજૂર હતા. ઉલ્લેખનીય છે કે 13 જૂન 1997ના રોજ દિલ્હીની ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. તેમાં 59 લોકોના મૃત્યુ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *