દિવાળીમાં ટુ વ્હિલર અને કાર માર્કેટ 20%નો ગ્રોથ હાંસલ કરશે

લોકડાઉન બાદ બજારો રાબેતામુજબ શરુ થઈ ગયા છે, ઘીરે ધીરે વિકાસની ગાડી આગળ વધી રહી છે ખાસ કરીને ઓટોમોબાઈલ્સમાં સારી તેજીના આસાર શરુ થયા છે દિવાળીના તહેવારોમાં કાર અને ટુ વ્હીલરના વેચાણમાં 20 ટકાનો વધારો જોવાઈ રહ્યો છે. ગુજરાતમાં કાર અને ટુ વ્હીલરમાં નવી ખરીદી જોવા મળી રહી છે તેની માગમાં ફરી ઉછાળો નોંધાયો છે. જો પાછલા વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો, સપ્ટેમ્બરમાં ટુ-વ્હીલર્સની માગમાં 46.91 ટકાનો ઘટાડો થયો હતો, સપ્ટેમ્બરમાં કારની માગમાં 2.84 ટકાનો ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં કારનું વેચાણ એક લાખને પાર કરી ગયું છે, જે પાછલા વર્ષ કરતા લગભગ 12 ટકા વધુ છે. હવે નવેમ્બરમાં 20 ટકાનો વધારો નોધાવાની શકયતા છે. સપ્ટેમ્બરમાં 40.26 ટકાના ઘટાડા સાથે 58,150 કારનું વેચાણ થયુ હતુ. ગત વર્ષે 97,338 કાર વેચાઈ હતી. પરંતુ ઓક્ટોબરમાં માર્કેટ ગ્રોથના સ્તરે પહોંચ્યો છે. નવેમ્બરમાં 20 ટકાનો ગ્રોથ ઓટોમોબાઈલ ઉદ્યોગનો રહેવાનો આશાવાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *