દુબઈમાં રમાશે IPLની ફાઈનલ

આઈપીએલ-13ની મેચ આ વખતે યુએઈના ત્રણ મેદાન પર આયોજિત કરાઈ છે. રવિવાર સુધી રમાયેલી 45 મેચમાંથી 20 દુબઈમાં રમાઈ છે. દુબઈ દુનિયાનું માત્ર બીજું મેદાન છે, જ્યાં 150+ ટી20 મેચ રમાઈ છે. સૌથી વધુ 174 મેચ ઢાકાના શેરે બંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. 5 નવેમ્બરના રોજ લીગની પ્રથમ ક્વોલિફાયર અને 10 નવેમ્બરે ફાઈનલ પણ આ મેદાન પર જ રમાશે. દુનિયામાં સૌથી વધુ 62 ટી20 ઈન્ટરનેશનલ મેચ પણ અહીં જ રમાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *