દેશમાં ફસાયેલા શ્રમિકો, પર્યટકો, વિદ્યાર્થીઓને ઘરે જવા મંજૂરી

કેન્દ્ર સરકારે લાખો મજુરો, યાત્રિકો અને વિદ્યાર્થીઓને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. બુધવારે લોકડાઉનના 35 દિવસ બાદ સ્થળાંતરીત શ્રમિકોને મોટી રાહત મળી છે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આદેશ કર્યો છે કે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા સ્થળાંતરીત શ્રમિકો, વિદ્યાર્થીઓ પર્યટકો તેમના ઘરે જઈ શકે છે. આ માટે રાજ્ય સરકારો બસોની વ્યવસ્થા કરશે. જો કે ગાઈડ લાઈનનુ પાલન કરવુ પડશે. મંત્રાલયે 6 મુદ્દાની એક માર્ગદર્શિકા રાજ્યને મોકલી આપી છે. જે લોકો ફસાયેલા છે ત્યાં તેમણે પહેલા સ્કેનિગ કરાવવુ પડશે બાદમાં તેમના જ ઘરમાં કોરોન્ટાઈન રહેવું પડશે. સરકારના નિર્ણયથી દેશભરમાં ફસાયેલા આશરે 10 લાખ કરતાં વધારે મજૂરો, વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *