રાજયમાં હવે શિયાળાએ સ્પીડ પકડી છે. અને રહી રહીને હવે મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો શરુ થયો છે સામાન્ય રીતે દિવાળીના સમયે જ ઠંડી શરુ થઈ જતી હોય છે પણ રાજયમાં ઠંડી હવે છેલ્લા 3 દિવસથી શરુ થઈ છે લોકો હવે ગરમ કપડા ખરીદવા પડાપડી કરી રહ્યાં છે ઠંડીના ચમકારાની વાત કરીએ તો સૌથી વઘુ ઠંડી કચ્છના નલિયામાં 9.4 ડીગ્રી, ડીસામાં 11.2 , ગાંઘીનગર 12.5 , ભૂજમાં 12.6 અને અમદાવાદમાં પણ 13.7 ડીગ્રી તાપમાન નોધાયુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી હજુ રાજયમા ઠંડીમાં વધારો થવાની શકયતા છે. ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વ દિશાના પવનથી ઠંડીમાં વધારો થયો છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઠંડીના ચમકારામાં વધારો થશે. ‘ મહત્તમ તાપમાનમાં પણ હવે ધીરે ધીરે ઘટાડો નોધાઈ રહ્યો છે. અત્યાર સુધી 26 ડીગ્રીની આસપાસ તાપમાન દિવસ ભર રહેતું હતુ તે પણ ઘટવા લાગશે. દિવસે પણ શહેરીજનો ઠંડા પવનોનો સામનો કરી રહ્યાં છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરી રહ્યાં છે તો શ્રીમંતો રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યાં છે.