બોલીવુડમાં વધુ એક કલાકારે આત્મહત્યા કરી છે ટીવી સિરિયલથી શરુઆત કરીને ધોની બાયોપિક ફિલ્મમાં કામ કરનારા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં તેનો પાર્થિવ દેહ મળ્યો હતો. આત્મહત્યાનું કારણ હજી સુધી ખબર પડી નથી. પરતુ મરતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેની માતાનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં મળતી માહીતી અનુસાર સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો. 34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સાચી સફળતાં એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી મળી હતી. સુશાંત સિંહનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો. અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે. સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો. જોકે, વર્ષ 2002માં તેમના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો. સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ 2003માં ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને એક્ટિંગ માટે ત્રીજા વર્ષે કોલેજ છોડી દીધી હતી.