ધો.૧૨ સાયન્સ,સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષાની હૉલ ટીકિટ જાહેર

ધો.૧૨ સાયન્સ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાની હૉલ ટીકિટ આજે બોર્ડ દ્વારા જાહેર કરી દેવાઈ છે. સ્કૂલોએ ઓનલાઈન હૉલ ટીકિટ ડાઉનલોડ કર્યા બાદ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે.૧૨ સાયન્સ અને સા.પ્ર.ના પ્રાયોગિક વિષયોના માર્કસ ૨૬મી સુધીમાં ઓનલાઈન સબમીટ કરવા સ્કૂલોને સૂચના અપાઈ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા આગામી ૨૮મી માર્ચથી શરૃ થઈ રહી છે ત્યારે આજે બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સ અને જનરલ સ્ટ્રીમની પરીક્ષાની હૉલ ટીકિટ ઓનલાઈન જાહેર કરી દેવાઈ છે.બોર્ડે તમામ સ્કૂલોને ઓનલાઈન હૉલ ટીકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં ભરેલી વિષયો અને માધ્યમની વિગતોની ખરાઈ કર્યા બાદ વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી અને પરીક્ષાર્થી તેમજ  વર્ગ શિક્ષકની સહી કરી આચાર્યના સહી સિક્કા કર્યા બાદ જ આપવાની રહેશે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાલક્ષી સૂચનાઓ રીસિપ્ટ પાછળના ભાગે પ્રિન્ટ કરી તેમાં સહી કરી ફરજીયાત આપવાની રહેશે. ધો.૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહમા કમ્પ્યુટર સહિતના જે પ્રાયોગિક વિષયોની પરીક્ષા સ્કૂલ કક્ષાએથી લેવામા આવે છે તેના માર્કસ સ્કૂલે બોર્ડમાં ઓનલાઈન જમા કરવાના હોય છે. બોર્ડે તમામ સ્કૂલોને ૨૬મી સુધીમાં માર્કસ ઓનલાઈન સબમીટ કરી દેવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *