ફિલિપાઇન્સમાં નાતાલ સમયે જ વાવાઝોડુ ત્રાટકયું છે ‘ફનફોન નામના વાવાઝોડાએ સમગ્ર ફિલિપાઇન્સમાં ભારે તબાહી મચાવી છે. ભારે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાની ઝપેટમાં અનેર ઘરો, વાહનો,વૃક્ષો આવી ગયા છે જેમાં દસ હજારથી વધુ લોકોને અસર પહોચી છે તો 16થી વધુ લોકોના જીવ ગયા છે. સ્થાનિક તંત્ર દ્રારા નાગરિકોને બચાવીને સહીસલામત સ્થળે લઈ જવાની કામગીરી શરુ કરાઈ છે ઠેર ઠેર રાહત કેમ્પો શરૂ કરીને ભોજન અને મેડીકલની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે હાલમાં કેટલાંય શહેરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે . દર વરસે વિશ્વમાં નવા નામ સાથે અનેક વાવાઝોડા ત્રાટકતાં હોય છે અને દરેક દેશ તેને નવુ નામ આપતુ હોય છે ફિલિપાઈન્સમાં આવેલા આ સાઈકલોનને ફનફોન નામ અપાયું છે તાજેતરમાં ગુજરાતમાં મહા વાવાઝોડુ ત્રાટકવાનું હતુ પણ દિશા બદલાતા ફરી અરબી સમુદ્રમાં સમાઈ ગયું હતું અત્યાર સુધીમાં ફિલિપાઇન્સમાં અનેક સાઈકલોન તબાહી મચાવી ચુકયા છે 2013માં ફિલિપાઇન્સમાં વાવાઝોડા હૈયાન આવ્યું હતું. હયાન વાવાઝોડામાં અંદાજે 7300 લોકોના મોત નિપજ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સમાં આ અગાઉ પર ભયાનક વાવાઝોડું આવી ચૂક્યું છે. 2013માં ફિલિપાઇન્સમાં વાવાઝોડા હૈયાન આવ્યું હતું. હયાન વાવાઝોડામાં અંદાજે 7300 લોકોના મોત નિપજ્યાં હતાં.