પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી કોરોના ટેસ્ટ પોઝિટિવ

હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આફ્રિદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “ગુરુવારથી મારી તબિયત સારી નથી. આખું શરીર દુખે છે, મેં ટેસ્ટ કરાવ્યો અને કમનસીબે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને જલ્દી સાજો થવા માટે તમારી દુઆઓની જરૂર છે.” આફ્રિદી તૌફિક ઉંમર અને ઝફર સરફરાઝ પછી ત્રીજો પાકિસ્તાની ક્રિકેટર છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *