પાસવર્ડ હેક થઈ ગયો તો …ગુગલ ક્રોમ કરશે તમારી મદદ

ઈન્ટરનેટ યુઝર્સને વારંવારં પાસવર્ડ ભુલી જવાની અને પાસવર્ડ હેક થવાની ચિંતા રહેતી હોય છે એક સાથે અનેક એકાઉન્ટ હોવાથી પાસવર્ડ હેક થવાની શકયતા વધુ રહે છે ત્યારે હવે પાસવર્ડ હેક થતા પહેલા જ તમને એલર્ટ કરી દેશે ગુગલ. હાલમાં ગુગલ અનેક નવી ટેકનોલોજી લાવી રહી છે. હવે ગુગલ ક્રોમ તમારી કરશે મદદ. ગુગલ ક્રોમના બ્રાઉસરમાં હવે નવુ ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ બ્રાઉસર પાસવર્ડ હેક થાય તો મદદ કરશે. પાસવર્ડ હેક અંગે ખુદ ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ ટવીટ કરીને આ વાતની જાણકારી ઈ યુઝર્સને આપી છે. જો તમારુ યુઝર્સ નેમ અને પાસવર્ડ કોમ્પ્રોઈઝડ છે અને કોઈ પણ વેબલાઈટ તમે ખોલી રહ્યાં છે તો ગુગલ ક્રોમ તમને એલર્ટ કરશે. આ એપને યુઝર્સની ઓનલાઈન સેફટીમાં મદદ કરવા બનાવાયું છે. રિયલ ટાઈમ ફિશિંગ પ્રોટેકશનને પણ ફેરફાર કરીને ડેસ્કટોપ પર એલર્ટની સિસ્ટમ તૈયાર કરી છે. તેની માટે પહેલાં ક્રોમ સેટિગ્સમાં જઈને સિંક ઓપ્શન સિલેક્ટ કરવાનુ રહેશે આ ફિચર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ગુગલના કહેવા મુજબ સેઈફ બ્રાઉઝિંગ પર સૌથી મોટો ભાર મુકાયો છે. જેથી વધુને વધુ વેબને સિકયોર બનાવી શકાય. દરેક 30 મિનિટમાં અનસેફ વેબસાઈટને રિફ્રેશ કરાઈ રહી છે એટલુ જ નહિ દરરોજ 4 અબજ સિકયોરીટી થ્રેટનો ખતરો હોય છે

Sundar Pichai
@sundarpichai
To help keep you safe online,
@googlechrome
will now warn if your username & password have been compromised when you type them into a website. We’re also enhancing phishing protections to be real-time on desktop to alert you when visiting malicious sites.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *