પીએમ મોદીએ ગંગામાં બોટીંગ કરી સફાઈનું નિરીક્ષણ કર્યું

ગંગા કિનારે પીએમ મોદી

કેન્દ્ર સરકાર હવે ગંગા મિશનને સૌથી અગ્રેસરના મોડમાં મુકી રહી છે જેના ભાગ રુપે પીએમ મોદી કાનપુર પહોચીને ગંગા પ્રોજેક્ટનુ નિરિક્ષણ કર્યુ હતુ આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ વિમાનથી કાનપુરના ચકેરી એરપોર્ટ પહોંચ્યા હતા. તેમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગંગા પરિષદની પહેલી બેઠક યોજાઈ હતી. જેમા નમામિ ગંગે પરિયોજનાના હવે પછીના તબક્કા તથા નવા એક્શન પ્લાન પર ચર્ચા કરી હતી. બાદમાં મોદીએ પરિયોજનાની અસરનું નિરીક્ષણ કરવા માટે અટલ ઘાટ પર બોટીંગ કર્યું હતું. આ સમયે ગંગા બેરેજ પર અટલ ઘાટ પર પગથિયા ચઢતી વખતે તેઓ પડી ગયા હતા યોજાયેલી બેઠકમાં ગંગા પ્રોજેક્ટને સૌથી આગળ રાખીને ઝડપ લાવવા આદેશ આપ્યો હતો. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ ઉપરાંત અનેક અધિકારી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ હાજર રહ્યાં હતા

ગંગા બેરેજ પર પીએમ લપસી પડયાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગંગા બેરેજના પગથિયા ચડી રહ્યા હતા તે સમયે અચાનક સંતુલન ગુમાવી દીધુ હતુ જો કે સુરક્ષા કર્મીઓ ક્ષણભરમાં જ તેમની મદદ કરી દીધી હતી આ ઘટનાનુ કવરેજ સતત થતુ હોવાથી આ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થઈ ગયુ હતુ અટલઘાટની ઘટના બાદ પણ બિલકુલ સ્વસ્થ થઈને તેઓ ગંગા ઘાટ પર ખુલ્લા પગે ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *