પૂર્વોતરમાં આંદોલનથી જાપાનના પીએમનો પ્રવાસ રદ થઈ ગયો

આસામમાં બે કાબુ હિંસા

નવી દિલ્હી – 14 ડિસેમ્બર 2019

આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં ઉભી થયેલી પરિસ્થિતિ વધુ વકરી રહી છે તેની આગ ધીરે ધીરે અન્ય રાજયમાં ફેલાઈ રહી છે ત્યારે સૌથી મોટી અસર જાપાનના વડાપ્રધાન શિન્જો આબેના ભારત પ્રવાસ પર પડી છે અને હાલમાં આ પ્રવાસ રદ કરવાની જાહેરાત કરવી પડી છે.

આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધની અસર મોટા આયોજન પર પણ પડી રહી છે. જાપાનના પીએમ શિંજો અબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15-16 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં થનાર મુલાકાત રદ કરાઈ છે બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહનો શિલોંગનો પ્રવાસ પણ રદ કરાયો છે અમિત શાહ રવિવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હતાં . કેન્દ સરકારે લાવેલા નવા બિલના વિરોધમાં આસામ સહિત અનેક રાજયમાં 5 દિવસથી ઉગ્ર ચાલુ છે. અને હવે આ વિરોધ પ. બંગાળ અને દિલ્હીમાં પણ શરૂ થયો છે. અહીં હજારો લોકોએ કાયદાના વિરોધમાં રેલી કાઢી હતી.

બિલ લાગુ કરવા કે નહી તેને લઈને 5 રાજય વિરોધ કરી રહ્રયા છે જેમાં પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ છે આ 5 રાજયના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદો લાગુ કરશે નહિ. જો કે કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યો કેન્દ્રીય કાયદાને લાગુ કરવાથી ઈન્કાર ન કરી શકે. તેમની પાસે આ અધિકાર જ નથી.

લોકસભા અને રાજયસભામાં બિલ પસાર થઈ જતાં રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર લગાવી દીધી છે બીજી તરફ કાયદાના વિરોધમાં આસામ સહિત પૂર્વોત્તરના ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુરમાં વિદ્યાર્થી સંગઠનો તથા ડાબેરી દળોએ હિંસક વિરોધ શરૂ કરી દીધો છે તેમાંય ગુવાહાટીમાં પોલીસ ફાયરિંગ માં 3 લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને સિંજો આબે વચ્ચે દ્વિ-પક્ષીય મંત્રણા થવાની હતી. પરંતુ, બન્ને દેશે પરસ્પર વાતચીત કર્યા બાદ આ પ્રવાસ અટકાવ્યો છે. બન્ને નેતા મણિપુરના વિષ્ણુપુરમાં પણ એક કાર્યક્રમમાં ભેગા થવાના હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *