ફિફા વુમન્સ વિશ્વકપ,અમદાવાદમાં કવાર્ટર ફાઇનલ સહિત કુલ 7 મેચ

2021 ફિફા અંડર-17 વુમન્સ વર્લ્ડ કપ માટેનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. ટૂર્નામેન્ટ 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ભારતમાં રમાશે. અગાઉ ટૂર્નામેન્ટ નવેમ્બર 2020માં રમાવવાની હતી, પરંતુ કોરોનાવાયરસના કારણે તેને સ્થગિત કરાઈ હતી.અમદાવાદમાં 18, 21 અને 24 ફેબ્રુઆરીએ બે-બે મેચ રમાશે. ભારત બીજી વખત ફિફાની યજમાની કરી રહ્યું છે. અગાઉ 2017માં મેન્સ અંડર-17 વર્લ્ડ કપ પણ ભારતમાં રમાયો હતો વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે અને 32 મેચ રમાશે. અમદાવાદ, નવી મુંબઈ, ભુવનેશ્વર, કોલકાતા અને ગુવાહાટી વર્લ્ડ કપને હોસ્ટ કરશે. ભારતીય ટીમ બધી મેચ ગુવાહાટીના ઇન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમમાં રમશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ 17 ફેબ્રુઆરીએ ગુવાહાટીમાં, જ્યારે ફાઇનલ 7 માર્ચે નવી મુંબઈમાં રમાશે. અમદાવાદ, નવી મુંબઈ, ભુવનેશ્વર અને કોલકાતામાં અનુક્રમે 27 અને 28 ફેબ્રુઆરીએ ક્વોર્ટરફાઇનલ રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *